“Darshak” – The Philosophical Vision of the Mahabharata According to Manubhai Pancholi
“દર્શક” - મનુભાઈ પંચોળી અનુસાર મહાભારતની દાર્શનિક દૃષ્ટિ
DOI:
https://doi.org/10.31305/rrjiks.2025.v2.n2.019Keywords:
Philosophy, philosophical vision, Mahabharata, human charactersAbstract
From Darshak’s philosophical perspective, the Ramayana and the Mahabharata are glorious and inspiring sources of Indian life philosophy. The credit for presenting the Mahabharata in a poetic form, while remaining within the bounds of poetry, goes to Sage Vyasa. The human forms and values depicted in it have deeply influenced the Indian psyche, and whenever, in moments of darkness, a creator finds no clear path, illumination is discovered within the Mahabharata. For this reason, it is described as a “lamp of knowledge and vision.” It is an eternal source and yet continuously modern. It does not portray merely a specific historical era; rather, it presents the philosophical foundations underlying the social, economic, religious, and spiritual stages of human development. Based on the Mahabharata, it is not appropriate to limit discussion only to the Mahabharata period. Similarly, although the epic mentions many regions, its central events are located in the Kuru–Panchala region. Despite this being a concrete historical fact, the Mahabharata is not merely the poetry of the Kuru–Panchala land. Nor is it only the epic of India. The Mahabharata is the poetry of the human condition that emerges from the intermingling of bloodlines, the blending of communities, and the continuous dissolution of territorial boundaries, resulting in diverse forms of human unity and circumstances. Nowhere does it display narrow-mindedness. Vyasa’s vision in the Mahabharata is universal and timeless; hence it is said, “What is not found here is found nowhere else.”
Abstract in Gujarati Language: દર્શકની દાર્શનિક દ્રષ્ટિએ રામાયણ અને મહાભારત ભારતીય જીવન દર્શનના ગૌરવંત પ્રેરણા સ્ત્રોત છે. મહાભારતમાં એનો ચિત્તાર કાવ્યમય રીતે અને કાવ્યની મર્યાદાથી મુકવાનો શ્રેય ઋષિ વ્યાસજીનો છે. જેમાં નિરૂપિત માનવ સ્વરૂપ ભારતીય માનસ પર છવાયેલા છે અને જ્યારે પણ અંધકારની ક્ષણોમાં કોઈ રચનાકારને રસ્તો મળતો નથી, ત્યારે મહાભારતમાંથી તેને આલોક સાપડે છે. તેથી તેને જ્ઞાનમયપ્રદીપ દર્શન કહેવામાં આવે છે. તે એક સનાતન સ્ત્રોત્ર છે અને નિરંતર આધુનિક છે. તેમાં કોઈ યુગ વિશેષનુંજ ચિત્ર નથી. પણ મનુષ્યના સામાજિક, આર્થિક, ધાર્મિક, આધ્યાત્મિક વગેરે વિકાસના સોપાન મહાભારતમાં નિરૂપિત દર્શન પ્રતિપાદિત થાય છે. મહાભારત ગ્રંથના આધારે મહાભારત યુગની જ વાત કરવી સંગત નથી. તે જ પ્રમાણે જો કે મહાભારતમાં અનેક દેશની ચર્ચાઓ છે, છતાં તેનું ઘટના કેન્દ્ર કુરુપાંચાલ પ્રદેશ છે. તે સ્થૂળ હકીકત હોવા છતાં મહાભારત કુરુપાંચાલ દેશનું જ કાવ્ય નથી. તે માત્ર ભારતદેશ નું પણ કાવ્ય નથી. મહાભારત એ તો રક્તના મિશ્રણ જાતિઓના સંકર અને ક્ષેત્રીય સીમાઓના નિરંતર તૂટવાથી જે વિભિન્ન પ્રકારની માનવીય એકતા અને પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે, તે પરિસ્થિતિનું કાવ્ય છે. તેમાં ક્યાંય કોઈ પ્રકારની સંકીર્ણતા જોવા મળતી નથી. વ્યાસ ભગવાનનું દર્શન મહાભારત સર્વગ્રાહી અને કાલાતીત છે, એટલે જ કહેવાયું કે "આમાં જે નથી તે બીજે નથી જ."
Keywords: દર્શન, દાર્શનિક દ્રષ્ટિ, મહાભારત, માનુસી પાત્ર
References
દર્શક, ૧૯૬૯, “આપણો વારસો અને વૈભવ”, સણોસરા સૌરાષ્ટ્ર: સર્વોદય સહકારી.
દર્શક, ૧૯૬૭, “પરિત્રાણ”, લોકભારતી સણોસરા: સર્વોદય સહકારી.
દર્શક, ૧૯૯૦, “રામાયણનો મર્મ”, આર. આર. શેઠની કંપની: મુંબઈ – અમદાવાદ.
पंचोली, मनुभाई, (अनुवाद राम नरेश सोनी) १९९९, "महाभारत का मर्म", श्री हिम्मतभाई पारीख स्मृति सदभास न्यास, कोट गेट, बीकानेर.
https://gopalparekh.wordpress.com/
https://wiki.ekatrafoundation.org/
Part- 2 Gandhi samvad with Shri Mansukhbhai Salla